બનાસકાંઠામાં વસંત ફેબ્રિકેટ્‌સ ઇન્ડસ્ટ્રીમાં યુવકનું મોત નીપજતા ચકચાર મચી છે. વડગામના છાપી ખાતે આવેલી વસંત ફેબ્રિકેટ્‌સ ઇન્ડસ્ટ્રીમાં આ બનાવ બન્યો હતો. જેમાં ટેસ્ટિંગ એરિયામાં કામ કરતા યુવક સાથે આ ઘટના બની હતી. દરમિયાન હવાના પ્રેશરને કારણે ટેન્કનું ઢાંકણ ઉડી ગયું હતું. આમ ટેન્કનું ઢાંકણ પ્રેશરથી ઉછળીને ફંગોળાઈ જતા યુવકનું મોત નીપજ્યુ હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂડેજ સામે આવ્યા છે. આ અંગે છાપી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે.પ્રાથમિક માહિતી અનુસાર, વીર ઇન્ટરનેશનલ ટેક્સ એન્ડ કન્ટેનર્સ પ્રા. લિ.ના એરિયામાં ૈંર્જીં ટેન્કર પર એક યુવક બોલ્ટ ફીટ કરી રહ્યો હતો. તે સમયે ટેન્કરની અંદરના હવાના પ્રચંડ દબાણને કારણે તેનું વચ્ચેનું ઢાંકણું અચાનક નીકળી ગયું હતું. ઢાંકણું સીધું યુવકને વાગ્યું હતું અને હવાના પ્રેશરથી તે ઊંચે ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા છાપી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.મૃતકના પિતા શિવજી રામ બલીયા ઉત્તર પ્રદેશના છાપી પોલીસ મથકે પહોંચી ગુનો નોંધાવ્યો હતો કે, ૧૪ નવેમ્બર સવારે ૧૧ વાગે તેમના સંબંધી ફોન આવેલ કે વશંત ફ્રેબ્રીકેટ્‌સ ઇન્ડસ્ટ્રીમાં વીર ઇન્ટરનેશનલ ટેક્ક્‌ષ એન્ડ કન્ટેનર્સ પ્રા લી છાપી ખાતે જગમોહન રામ નવ વાગ્યાં આજુબાજુ ટેસ્ટિંગ એરિયામાં ૈર્જ ટેન્ક ઉપર બોલ્ટ ફિટ કરતા ટેન્કની અંદરના હવાના પ્રેસરના કારણે ટેન્ક ઉપરનું ઢાંકણું અચાનક નીકળી જતા જગમોહન રામને ઢાંકણું વાગતા હવાના પ્રેસરથી ફંગોળાઈ તેનો ડાબો પગ શરીરથી અલગ થઈ ગયો હતો અને દૂર સેડ પર પટકાયો હતો તેમજ તેના શરીરનો ભાગ જમીન પર પડ્યો હતો. જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.