શિયાળાની ઋતુ શરૂ થતા જ લોકો ગરમ વસ્ત્રોની ખરીદી માટે માર્કેટમાં જવા લાગે છે. ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે થતી ઠંડીને કારણે લોકો હવે સ્વેટર, જેકેટ, ટોપી, હાથમોજાં અને ગરમ શાલ જેવી વસ્તુઓની ખરીદી કરતા જાવા મળે છે. બજારોમાં ગરમ વસ્ત્રોનું વેચાણ વધે છે અને દુકાનદારો પણ નવા કલેક્શન સાથે તૈયાર રહે છે. ઘણા શહેરોમાં ગુજરાત રાજ્ય બહારથી પણ લોકો સ્પેશિયલ શિયાળાના વસ્ત્રોનું વેચાણ કરવા માટે આવે છે અને સ્ટોલ તૈયાર કરી તેનું વેચાણ કરે છે.શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી અન્ય રાજ્યોના વેપારીઓ ગરમ વસ્ત્રોનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. અહીં સ્ટોલ લગાવવામાં આવે છે, જ્યાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર અને અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરવા આવે છે. આ સ્ટોલોમાં પુરુષો, †ીઓ અને બાળકો માટે સ્વેટર, જેકેટ, ટોપી, હાથમોજાં, શાલ, મફલર, કોટ અને ઊનના વસ્ત્રો વગેરે ઓછા ભાવે મળતા હોવાના કારણે દિવસ દરમિયાન અહીં લોકોની ભારે ખરીદી જાવા મળે છે.વેપારીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી અમે શિયાળાની ઋતુમાં ગરમ વસ્ત્રો વેચવા અહીંયા આવતા હોઈએ છીએ. લુધિયાણાની વસ્તુઓ જેમ કે સ્વેટર, જર્સી, મોજા, ટોપા વગેરે અહીંયા વેચીએ છીએ. હાલ અમદાવાદર અને આસપાસના શહેરો અને ગામડાઓમાંથી લોકો ગરમ વસ્ત્રોની ખરીદી માટે આવી રહ્યા છે. નાના બાળકોથી લઈને યુવકો અને વૃદ્ધો સુધી, અને મહિલાઓ માટે પણ અલગ અલગ પ્રકારની વેરાઈટીઓ ઉપલબ્ધ છે. આ સિવાય, અમે ગરમ ધાબળા અને બ્લેન્કેટ પણ વેચીએ છીએ.એક અન્ય વેપારીએ જણાવ્યું કે, અમે મધ્યપ્રદેશથી ઘણા વર્ષોથી શિયાળાની તુમાં અહીં ગરમ વસ્ત્રો વેચવા માટે આવીએ છીએ. ગારીયાધાર શહેરમાં દર વર્ષે અમે અમારો સ્ટોલ લગાવીએ છીએ. અહીં મહિલાઓ અને બાળકો માટે વિવિધ પ્રકારની વસ્ત્રો ઉપલબ્ધ છે, જેને કારણે ઘણા લોકો ખરીદી કરવા માટે આવે છે. જેકેટની કિંમતો ૪૦૦ થી શરૂ થઈને ૨,૦૦૦ રૂપિયા સુધી છે. આ ઉપરાંત અમે પગના મોજાં, હાથના મોજાં, ટોપી, મફલર અને સ્કાફ જેવા અન્ય વસ્તુઓ પણ વેચીએ છીએ.








































