ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચ ૮ વિકેટથી જીતી, ૩-૧થી શ્રેણી જીતી લીધી. ડ્યુનેડિનમાં યુનિવર્સિટી ઓવલ ખાતે રમાયેલી શ્રેણીની છેલ્લી ટી ૨૦ મેચમાં ફાસ્ટ બોલર જેકબ ડફીએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ બેટિંગ કરતા, વેસ્ટ ઇન્ડીઝ ૧૮.૪ ઓવરમાં ૧૪૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, ત્યારબાદ કિવીઓએ ૧૫.૪ ઓવરમાં સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું. દરમિયાન, જેકબ ડફીએ પણ આ મેચમાં બોલિંગમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા.૩૧ વર્ષીય ફાસ્ટ બોલર જેકબ ડફીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હજુ સુધી લાંબી નથી. પોતાની ૩૮મી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમીને, ડફીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીની અંતિમ મેચમાં ચોથી વિકેટ લઈને ન્યૂઝીલેન્ડના ક્રિકેટ દિગ્ગજ ટિમ સાઉથીને પાછળ છોડી દીધો. ન્યૂઝીલેન્ડ માટે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ ચાર વિકેટ લેવાનો રેકોર્ડ ટિમ સાઉથીના નામે હતો, જેમણે આ સિદ્ધિ ચાર વખત મેળવી હતી. જેકબ ડફી હવે યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે, જેણે આ સિદ્ધિ પાંચ વખત મેળવી છે.ન્યુઝીલેન્ડ માટે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ચાર વિકેટ લેનારા ખેલાડીઓ
જેકબ ડફી – ૫ વખત
ટિમ સાઉથી – ૪ વખત
ઈશ સોઢી – ૪ વખત
લોકી ફર્ગ્યુસન – ૩ વખત
એડમ મિલ્ને – ૩ વખત
મિશેલ સેન્ટનર – ૩ વખત
જ્યારે પૂર્ણ સભ્ય ટીમોના ખેલાડીઓની વાત આવે છે, ત્યારે જેકબ ડફીએ ્૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં એક વર્ષમાં સૌથી વધુ ચાર વિકેટ લેવાના સંદર્ભમાં યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારની બરાબરી કરી છે. આ યાદીમાં અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાન ટોચ પર છે, જેણે ૨૦૨૪ માં ચાર વખત ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ચાર વિકેટ લીધી હતી. ડફી, ત્રણ વખત આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્્યો છે, તે ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ સાથે યાદીમાં બીજા ક્રમે છે.








































