પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ૨૧મી તારીખે જાહાનિસબર્ગમાં યોજાનારી જી-૨૦ સમિટમાં ભાગ લેવા માટે ત્રણ દિવસની મુલાકાત માટે દક્ષિણ આફ્રિકા જવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી બન્યા પછી, પીએમ મોદી દરેક જી-૨૦ સમિટમાં હાજરી આપી છે. દક્ષિણ આફ્રિકાની આ તેમની ચોથી મુલાકાત હશે. દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાના નાયગ્રા-ઓન-ધ-લેકમાં જી-૭ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી. તેમની સૌથી મહત્વપૂર્ણ મુલાકાત યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે હતી, જ્યાં બંનેએ ભારત-યુએસ દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને સપ્લાય ચેઇન પર વિગતવાર ચર્ચા કરી.યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલા માટે શોક વ્યક્ત કર્યો. જયશંકરે એકસ પર લખ્યું, “દિલ્હી વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ રુબિયોનો આભાર. અમે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની ચર્ચા કરી અને ખાસ કરીને વેપાર, સપ્લાય ચેઇન, યુક્રેન કટોકટી, પશ્ચિમ એશિયા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.” આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઠંડકના સંકેતો દેખાઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ પહેલા કહ્યું હતું કે તેઓ એવું કંઈક કરવા જઈ રહ્યા છે જેનાથી ભારતના લોકો તેમને પ્રેમ કરશે. બંને નેતાઓએ ભારત-અમેરિકા વેપાર, સપ્લાય ચેઈન મજબૂત કરવા, યુક્રેન કટોકટી, પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની પરિસ્થિતિ પર ખુલ્લેઆમ ચર્ચા કરી.જયશંકરે કેનેડાના વિદેશ પ્રધાન અનિતા આનંદ સાથે પણ મુલાકાત કરી, જેમણે ભારતને કેનેડા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. આ ઉપરાંત, તેમણે બ્રિટિશ વિદેશ પ્રધાન યવેટ કૂપર, ફ્રાન્સના જીન-નોએલ બેરો, જર્મનીના જાહાન વાડેફુલ, બ્રાઝિલના મૌરો વિએરા અને મેક્સીકોના ડા. જુઆન રેમન ડે લા ફુએન્ટે સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી. આ બેઠકોને ભારતના વધતા વૈશ્વિક જાડાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલાં માનવામાં આવે છે. દરમિયાન, વડા પ્રધાન મોદીની આગામી દક્ષિણ આફ્રિકા મુલાકાત ભારતને વૈશ્વિક મંચ પર તેની નેતૃત્વ ભૂમિકાને વધુ મજબૂત કરવાની તક પૂરી પાડશે.૨૧ નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં ય્૨૦ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાગીદારી ઘણી રીતે મહત્વપૂર્ણ છે. આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયા કટોકટી અને સપ્લાય ચેઇન અસ્થિરતા જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારત, જેણે તાજેતરમાં ય્૨૦ પ્રમુખપદ દરમિયાન ગ્લોબલ સાઉથના અવાજને પ્રાથમિકતા આપી હતી, તે હવે તે એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ કરશે. આ મુલાકાત ભારત-દક્ષિણ આફ્રિકા સંબંધો માટે પણ મહત્વપૂર્ણ છે. બંને દેશો બ્રિક્સ અને ગ્લોબલ સાઉથ જેવા પ્લેટફોર્મ પર એક બીજાના અવાજા શેર કરે છે. આ પીએમ મોદીની દક્ષિણ આફ્રિકાની ચોથી મુલાકાત હશે, જે આફ્રિકન દેશો સાથે ભાગીદારી, વેપાર અને વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ મુલાકાત ભારતની વૈશ્વિક નેતૃત્વ ભૂમિકાને વધુ મજબૂત બનાવી શકે છે.







































