અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો. દામનગરમાં મહિલાના રહેણાંક મકાને ૧૮ લીટર તથા જાફરાબાદમાંથી ૨ લીટર મળી કુલ ૨૦ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. જિલ્લામાંથી સાત લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.