રાજુલામાં પ્રેમસંબંધની શંકામાં બબાલ થઈ હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. કૃણાલભાઇ શાંતિભાઇ ચૌહાણ (ઉ.વ.૧૭) એ રોહીત અશોકભાઇ સોલંકી, અમનભાઇ કૈલાસભાઇ સોલંકી, અલ્પેશ કિશોરભાઇ સોલંકી, બાદલ કૈલાશભાઇ સોલંકી, શૈલેષ અશોકભાઇ સોલંકી સહિત ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના કાકાના દીકરા સાહેદ વિશાલભાઇ ધીરૂભાઇ ચૌહાણને આરોપી સતીષભાઇ કિશોરભાઇ સોલંકીના પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની આરોપીઓએ શંકા અને મનદુઃખ રાખી તમામ આરોપીઓએ એકસંપ કરી પ્રાણઘાતક હથિયાર ધારણ કરી તેની તથા સાહેદો સાથે ઝઘડો કરી જેમફાવે તેમ ગાળો આપી હતી. તેમને આરોપી રોહિતભાઇએ લોખંડનો પાઇપ ડાબા હાથે પહેલી આંગળીમાં મારી મુંઢ ઇજા કરી હતી. તેમજ આરોપીઓએ પથ્થરના છુટા ઘા કરી ફરિયાદીને શરીરે મુંઢ ઇજાઓ કરી હતી. જે બાદ રોહિતભાઇ અશોકભાઇ સોલંકી (ઉ.વ.૨૩)એ વિશાલભાઇ ધીરૂભાઇ ચૌહાણ, પ્રકાશભાઇ બાબુભાઇ ચૌહાણ, કૃણાલભાઇ શાંતીભાઇ સોલંકી સહિત ૧૧ લોકો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટા બાપુના દીકરાની પત્ની સાથે વિશાલભાઈ ચૌહાણે પ્રેમસંબંધ બાંધેલ હોય અને ફરિ.ના મોટા બાપુના દીકરાનું લગ્નજીવન બરબાદ કરતો હતો. જે બાબતે તે તથા તેના પરિવારના સભ્યો અરોપીઓના ઘરે ઠપકો આપવા ગયા હતા. આ સમયે આરોપીએ મારવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પથ્થરોના છુટા ઘા કરી તેના પિતાજીને વાંસાના ભાગે ઇજા કરી હતી.





































