બાબરામાં પ્રેમ લગ્નના મનદુખમાં રત્ન કલાકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. કલ્પેશભાઇ સુરેશભાઇ ડાભી (ઉ.વ.૨૬)એ કરીયાણા ગામે રહેતા અમનભાઇ મુકેશભાઇ સીતાપરા તથા જયદિપભાઇ સુરેશભાઇ સીતાપરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે તથા તેના પત્ની સાહેદ હેતલબેને આશરે ચારેક મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા. જે બાબતનું વેર રાખી આરોપીઓએ તેને ચિતલ ગામના ફાટક પહેલા ઉભા રાખ્યા હતા. અમનભાઈ સીતાપરા માથામા લાકડી વતી મારવા જતા તેમણે જમણો હાથ આડો કરતા જમણા હાથે કાંડા ઉપર લાકડી મારી હતી તથા બંન્ને પગ ઉપર લાકડી મારી હતી. જયદીપભાઈ સીતાપરાએ બે લાફા મારતા પત્ની સાહેદ છોડાવવા આવતા ધકકો માર્યો હતો.જેમાં તેમને ઇજા પહોંચી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના કે.જી.ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.







































