એક તરફ કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે. ત્યારે હવે ધીરે ધીરે ખાદ્ય તેલ પર તેની અસર જાવા મળી રહી છે. આજે રાજકોટમાં ખૂલતા બજારે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. આજે ખૂલતા બજારે તેલના ભાવમાં વધારો જાવા મળ્યો છે. સીંગતેલના ડબ્બાના ભાવે રૂપિયા ૩૦ નો વધારો જાવા મળ્યો છે. સીંગતેલમાં છેલ્લા પાંચ દિવસમાં રૂપિયા ૬૦નો ભાવ વધારો થયો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૪૫૦ રૂપિયા હતા, જે ૨૫૧૦ રૂપિયા પર પહોંચ્યો છે. આવનારા દિવસોમાં ભાવ હજુ પણ વધે તેવી પૂરી શક્યતા છે. ખાદ્યતેલના વિક્રેતાઓનું કહેવું છે કે, ચોક્કસ દિવાળી બાદથી ખાદ્યતેલના ભાવમાં વધારો જાવા મળી રહ્યો છે. પરંતું જે રીતે કમોસમી વરસાદને કારણે મગફળીના પાકમાં નુકસાની જાવા મળી રહી છે, તે જાતા આગામી સમયમાં સીંગતેલના ભાવ માર્કેટને દઝાડી શકે છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે કાચા માલની અછતના કારણે ભાવવધારો થયાનું સતાવાર કારણ અપાય છે. પરંતુ ગત વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ પાક થનાર હોય દિવાળી પુર્વે અછતના બહાને સીંગતેલના ભાવ વધારવાનો સટોડીયાઓનો ખેલ હોવાનો વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.








































