યુએસમાં અત્યાર સુધીનો સૌથી લાંબો શટડાઉન ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ જાહેરાત કરી છે. શટડાઉનને કારણે લાખો અમેરિકનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેમાં ખાદ્ય સહાયનું નુકસાન, સરકારી કર્મચારીઓના પગાર અને એરપોર્ટ પર વધતા વિલંબનો સમાવેશ થાય છે. જા કે, યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટે રવિવારે શટડાઉન સમાપ્ત કરવા તરફ પહેલું પગલું ભર્યું. ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓના એક જૂથે ગેરંટી વિના આરોગ્ય સંભાળ સબસિડીનો વિસ્તાર કરવાની ચર્ચા કરવા સંમતિ આપી છે.અમેરિકામાં ચાલી રહેલા શટડાઉન અંગે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “એવું લાગે છે કે આપણે શટડાઉન સમાપ્ત કરવાની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. આપણા દેશમાં આવતા કેદીઓ અને ગેરકાયદેસર લોકોને પૈસા આપવા માટે અમે ક્્યારેય સંમત થઈશું નહીં. અને મને લાગે છે કે ડેમોક્રેટ્સ આ વાત સમજે છે. એવું લાગે છે કે આપણે શટડાઉન સમાપ્ત કરવાની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. તમને ખૂબ જ ટૂંક સમયમાં ખબર પડશે.”








































