રાજુલામાં સ્ટાફ નર્સની નોકરી અપાવવાના બહાને રૂ. ૧૪.૯૦ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સંદર્ભે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભેરાઈ રોડ પર રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા બાલુભાઇ માલજીભાઇ ગોહીલ (ઉ.વ.૪૫)એ અશોકભાઇ મકવાણા રહે.કાટીકડા તા.મહુવા જી.ભાવનગર, શૈલેષભાઇ વિનુભાઇ શીયાળ અને શક્તિસિંહ સરવૈયા રહે. બંને દાઠા, તા.તળાજા, જી.ભાવનગર તથા વિશાલભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની દીકરી દર્શનાબેનને સ્ટાફ નર્સની નોકરી અપાવવા આરોપીઓએ કુલ રૂ.૧૪,૯૦,૦૦૦ તથા ઓરિજનલ ડોકયુમેન્ટ તેમની પાસેથી લઇ જઇ સ્ટાફ નર્સની નોકરી અપાવવાના વાયદાઓ આપી સ્ટાફ નર્સની નોકરી નહી અપાવી વિશ્વાસઘાત કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.








































