રાજકોટથી કોડીનાર જતી એસ.ટી. બસમાં મેંદરડા ખાતે બેઠેલા એક મુસાફર મોબાઈલ ફોન બસમાં ભૂલી ગયા હતા. મુસાફરે ઉતરી ગયા બાદ ફરજ પરના કંડક્ટર માનસિંગભાઈ ભેડા તથા ડ્રાઈવરને આ બાબતની જાણ થતાં તેમણે તાત્કાલિક મોબાઈલ પોતાના કબજામાં રાખી એસ.ટી. વિભાગને માહિતી આપી હતી. ત્યારબાદ ફરજ પરના ટ્રાફિક કન્ટ્રોલરની હાજરીમાં મોબાઈલના માલિકની ખરાઈ કરી તેને પરત સોંપવામાં આવ્યો હતો.







































