આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઇ તોગડિયા અમરેલી જિલ્લાના માવઠાથી પીડિત ખેડૂતોની મુલાકાત તા.૧૦/૧૧/૨૦૨૫-સોમવારે લેશે. સવારે લીલીયા તાલુકાના આંબા, હાથીગઢ, સાજણટીંબા, અંટાળીયા અને બાબરા તાલુકાના લીમડીયા ગામની મુલાકાત લેશે. ગામના સુરત-અમદાવાદમાં વસવાટ કરતા ખેડૂતો-દીકરાઓ જેમની આર્થિક સ્થિતિ સારી છે તેઓ પોતાના વતનમાં નાના ખેડૂતોને આર્થિક સહયોગ રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા આપશે. ડો. તોગડિયા સાથે રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. અમરેલી જિલ્લા પ્રમુખ જીલુભાઈ વાળા, નિલેશભાઈ ડાયાણી, જિલ્લા મહામંત્રી નટવરલાલ ભાતીયા, લીલીયા તાલુકાના પ્રમુખ રમેશભાઇ ભડકોલીયા, રાષ્ટ્રીય બજરંગદળ પ્રમુખ રમેશભાઇ વેકરીયા, કિસાન પરિષદના પ્રમુખ પ્રવિણભાઇ, પુનાભાઈ તોગડીયા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહેશે.







































