ખાંભાના કંટાળા ગામે અકસ્માત આયશર ચાલક એક યુવકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે નારણભાઇ જીવાભાઇ સરવૈયા (ઉ.વ.૫૦) એ આઇશર વાહન આર.ટી.ઓ. રજી નં.ય્ત્ન-૨૩-છઉ-૩૧૬૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ઇજા પામનાર ગામમાં ઘાસચારો લેવા ગયેલ હોય તે દરમ્યાન કંટાળા ગામના કાળુભાઇ સોલંકીની ઘંટીના ઘાણા પાસે પહોચતા આરોપીએ પોતાના હવાલાવાળુ મરૂન કલરનું આયશર બેફીકરાઇથી અને માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી તેમની સાથે અથડાવ્યું હતું. ઇજા પામનારને માથાના ભાગે ટાંકાની ઈજા કરી સ્થળ ઉપરથી નાસી ગયો હતો.






































