આંબરડીના ખેડૂતો ગામમાંથી વહેતી શેત્રુંજી નદીના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ખેડૂતોને શેત્રુંજી નદીના સામા કાંઠે આવેલા ખેતરોમાં જવા માટે શેત્રુંજી નદીને પાર કરીને જવું પડે છે. ખોડિયાર ડેમમાંથી જે પાણી છોડવામાં આવે છે તે આંબરડી ગામમાં થઈ શેત્રુંજી નદીમાં વહેતું થાય છે. ગામના ખેડૂતો અને ઉપસરપંચ શામજીભાઈ ખાણીયાએ ડેમ ખાતાને ફોનમાં રજૂઆત કરેલ છે કે, દિવસના ઓછું પાણી છોડવામાં આવે તો ખેડૂતો નદીમાંથી પસાર થઈને સામે કાંઠે આવેલા પોતાના ખેતરે જઈ શકે અને રાત્રે વધારે પાણી છોડે તો રાત્રે અવરજવર ના હોય જો આવું કરવામાં આવે તો ખેડૂતો તેમની ખેતી સાચવી શકે, નહીં તો ખેડૂતોને હજારો વીઘા જમીનમાં નુકસાની ભોગવવી પડશે.







































