સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસે પ્રતીક ધરણા યોજી ખેડૂતો માટે વિશાળ જંગી સભા કરી હતી. કમોસમી વરસાદ કારણે ખેડૂતોના પાકમાં નુકસાન બાદ સરકાર પાસે સહાયની માગ સાથે કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે. સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા સાથે જંગી સભા યોજી સરકારને ઘેરી હતી. પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત સહિતના નેતાઓ આ પ્રતિક ધરણામાં જોડાયા હતા. સાવરકુંડલા ભાજપનો ગઢ માનવામાં આવે છે જ્યાં કોંગ્રેસના પ્રતિક ધરણામાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા. કોંગ્રેસે બળદગાડા સાથે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. બળદગાડામાં બેસી પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી સહિતના કોંગ્રેસ નેતાઓએ રેલી યોજી હતી. જે બાદ તંત્રને આવેદનપત્ર આપ્યું હતું.





































