જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે ૨૦૧૯ થી, ૩,૦૦૦ થી વધુ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જમ્મુ અને કાશ્મીરની બહાર જેલમાં રાખવામાં આવ્યા છે. મોટાભાગના પરિવારોને કાનૂની કારણોસર તેમની મિલકતો વેચવી પડી છે. આ બધા અંડરટ્રાયલ કેદીઓ છે, અને તેમના પરિવારો તેમને મળી શકતા નથી. અમને આશા હતી કે સરકાર બન્યા પછી કંઈક થશે. મેં ગૃહમંત્રી અને ડીજીપીને પત્ર લખીને માહિતી માંગી.તેમણે કહ્યું કે તેઓ ફક્ત તેમને સ્થાનિક જેલમાં ટ્રાન્સફર કરવા માંગે છે જેથી તેમના પરિવારો તેમને મળી શકે. હવે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નિવેદન કે મારી અરજીને કારણે આ મામલો કોર્ટમાં પેÂન્ડંગ છે અને તેની ચર્ચા કરી શકાતી નથી, તે દુર્ભાગ્યપૂર્ણ છે.મહેબૂબાએ કહ્યું કે આ ધરપકડો ઘણા વર્ષોથી ચાલી રહી છે. ૨૦૧૯ પછી (કલમ ૩૭૦ રદ કર્યા પછી) તેમાં વધારો થયો. અમને ખબર નથી કે કેટલા, પરંતુ ૩,૦૦૦ થી ૩,૫૦૦ આવા યુવાનો છે. ઘણા લોકો ખૂબ જ ખરાબ તબિયત ધરાવે છે, પરંતુ અમને તેમના વિશે ખબર નથી. મેં મારાથી શક્્ય તેટલું કર્યું. અમે કોર્ટમાં ગયા. અમે એમ નથી કહેતા કે તેમને મુક્ત કરવા જાઈએ, પરંતુ તે બધાને જમ્મુ અને કાશ્મીરમાં સ્થળાંતરિત કરવા જાઈએ. ઓમર સાહેબ ઘણી વખત વડા પ્રધાન અને ગૃહમંત્રીને મળ્યા હતા, પરંતુ તેમણે આ મુદ્દા પર ચર્ચા કરી કે નહીં તે જાહેર કર્યું નથી.પીડીપીના વડાએ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટને આ બાબતની નોંધ લેવા અપીલ કરી છે. તેમણે જાહેર હિતની અરજી દાખલ કરીને માંગ કરી છે કે દેશભરની જેલમાંથી આવા તમામ કેદીઓને પહેલા જમ્મુ અને કાશ્મીર લાવવામાં આવે, જેથી તેમના પરિવારો ઓછામાં ઓછા તેમને મળી શકે. તેમણે કહ્યું કે જ્યારે બધી આશા ખતમ થઈ જાય છે, ત્યારે કોર્ટ એકમાત્ર વિકલ્પ રહે છે.મહેબૂબાએ કહ્યું, “હું હાઈકોર્ટને વિનંતી કરું છું કે આને માનવતાવાદી મુદ્દા તરીકે ગણે અને ટેકનિકલ બાબતોમાં ડૂબકી ન મારે. આ કોઈ રાજકીય મુદ્દો નથી; તે ન્યાય વિશે છે. આ યુવાનો આંકડા નથી; તેઓ આપણા બાળકો છે અને તેઓ આદર અને ન્યાયી ટ્રાયલને પાત્ર છે.” ઉમર સરકાર પર નિશાન સાધતા, તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે પીડીપીએ આ મુદ્દા પર વિધાનસભામાં એક ઠરાવ પણ રજૂ કર્યો હતો, પરંતુ કમનસીબે, તેને નકારી કાઢવામાં આવ્યો હતો.








































