પૂર્વ ગૃહમંત્રી બૂટા સિંહના પુત્રની ફરિયાદ પર પંજાબ પોલીસે પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. બુટા સિંહના પુત્ર, સરબજાત સિંહ સિદ્ધુએ કપૂરથલાના એસએસપીને ફરિયાદ નોંધાવી છે, જેના આધારે એફઆઇઆર નોંધવામાં આવી છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે સ્વર્ગસ્થ કેન્દ્રીય ગૃહમંત્રી અને દલિત નેતા બૂટા સિંહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.અગાઉ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે સાત દિવસમાં વારિંગ વિરુદ્ધ કાર્યવાહીનો અહેવાલ તરનતારન જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી માંગ્યો હતો. આયોગે જણાવ્યું હતું કે જા નિર્ધારિત સમયમાં રિપોર્ટ સબમિટ કરવામાં નહીં આવે તો ડીસીને સમન્સ પાઠવવામાં આવશે. આયોગે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ દ્વારા કરવામાં આવેલા આરોપોની નોંધ લીધી છે. આ અહેવાલમાં વિવિધ કલમો હેઠળ નોંધાયેલી એફઆઈઆર અને ધરપકડ અંગે વિગતો માંગવામાં આવી છે.તેમજ, પંજાબ રાજ્ય અનુસૂચિત જાતિ આયોગે તરનતારનના જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ કમિશનરને ૬ નવેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો છે, કારણ કે તેમને તરનતારનના રિટ‹નગ ઓફિસરનો રિપોર્ટ અસંતોષકારક લાગ્યો છે. આયોગે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી એ પણ માહિતી માંગી છે કે આચારસંહિતાના પાલન બદલ વારિંગને જિલ્લામાંથી કેમ હાંકી કાઢવામાં આવ્યા ન હતા. આયોગના અધ્યક્ષ જસવીર સિંહ ગઢીએ જણાવ્યું હતું કે મંગળવારે સહાયક રિટ‹નગ અધિકારી અને નાયબ તહસીલદાર જસવિંદર સિંહ દ્વારા કમિશનને સુપરત કરાયેલ અહેવાલ અસંતોષકારક જણાયો હતો, જેના કારણે જિલ્લા ચૂંટણી અધિકારીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. વારિંગને અગાઉ ૬ નવેમ્બરે કમિશન સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ગઢીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, વારિંગે સ્વર્ગસ્થ બુટા સિંહ વિરુદ્ધ જાતિ અને રંગના આધારે અપમાનજનક ટિપ્પણી કરી હતી.નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે વારિંગે આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવા બદલ માફી માંગી છે. આમ આદમી પાર્ટીનું કાનૂની સેલ એસસી એસટી કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીમા મંગળવારે પંજાબ ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. ચીમાએ કહ્યું કે વારિંગ ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ, ત્રણ વખત ધારાસભ્ય, કેબિનેટ મંત્રી અને વર્તમાન સાંસદ છે. તેમણે કહ્યું કે આ ટિપ્પણી ભૂલ નથી પણ જાતિવાદી અહંકારથી પ્રેરિત ગુનો છે. તેમણે કહ્યું કે આ પહેલી વાર નથી થયું. કોંગ્રેસના નેતાઓએ પહેલા પણ દલિતોનું અપમાન કરતા નિવેદનો આપ્યા છે. ચીમાએ માંગ કરી હતી કે કોંગ્રેસ તાત્કાલિક વારિંગને પાર્ટીમાંથી હાંકી કાઢે, નહીં તો તે તેમની દલિત વિરોધી માનસિકતાની પુષ્ટિ કરશે. કેબિનેટ મંત્રી હરભજન સિંહ ઈટોએ કહ્યું કે રાજા વારિંગની રંગ આધારિત ટિપ્પણી બંધારણનું ઉલ્લંઘન છે અને અનુસૂચિત જાતિઓ પ્રત્યે રાજા વારિંગના વલણને પ્રતિબિંબિત કરે છે.