અમરેલી જિલ્લો કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની સહાય અને દેવા માફીના મુદ્દે એપીસેન્ટર બન્યો છે. ગઈકાલથી કોંગ્રેસે ‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલન શરૂ કર્યું છે. મધરાતે સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના નામે સાવરકુંડલામાં બેનર લાગ્યાં છે. જોકે, આ બેનર કોણે લગાવ્યા તે સ્પષ્ટ નથી. બેનરમાં લખાયેલા શબ્દોઃ “જય જવાન જય કિસાન, ખેડૂતનું સાચું દર્દ સમજવા બદલ આભાર.. કમોસમી માવઠામાં ખેડૂતોની વેદનાને વાચા આપી દેવા માફી માટે રજૂઆત કરવા બદલ સુરત (વરાછા)ના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી(કુમાર)નો ખૂબ ખૂબ આભાર.” કુમાર કાનાણીએ અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી હતી.







































