મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા(એસઆઇઆર)ના વિરોધમાં ‌ટીએમસીએ આજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક મેગા રેલીનું આયોજન કર્યું હતું. મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીએ રેલીનું નેતૃત્વ કર્યું. રેલીમાં,મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીંઇ વિરુદ્ધ જનતાને સંબોધિત કરી. મમતા બેનર્જીએ કહ્યું કે આ પ્રક્રિયા ભાજપ દ્વારા નિર્દેશિત છે, જે લઘુમતીઓ અને કાયદેસર મતદારોને બાકાત રાખવાનો પ્રયાસ છે. તેમણે અપીલ કરી કે કોઈપણ કાયદેસર નાગરિકને “બહારનો” લેબલ ન આપવો જાઈએ.રેલીમાં બોલતા મમતા બેનર્જીએ કહ્યું, “સૌપ્રથમ, હું આપણા બધા ધાર્મિક નેતાઓનો આભાર માનવા માંગુ છું; તેમણે દરેક પગલે અમને ટેકો આપ્યો છે. ઘણા અસંગઠિત ફેરિયાઓ અને સ્થળાંતર કરનારા કામદારો ફક્ત એટલા માટે ડરી ગયા છે કે તેઓ બંગાળી બોલે છે. શું તમે તેમને દેશમાંથી કાઢી શકો છો? જેમ દરેક ઉર્દૂ ભાષી પાકિસ્તાની નથી, તેમ દરેક બંગાળી ભાષી બાંગ્લાદેશી નથી.”મુખ્યમંત્રીએ કહ્યું, “સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભાજપ ક્્યાં હતો? તેઓ પીડા કેવી રીતે સમજશે? તે એક અખંડ ભારત હતું, અને પછીથી અમે અલગ થઈ ગયા. તેઓ મારી વાર્તા બદલશે, આજકાલ તેઓ મારી વાર્તા બદલવા માટે એઆઇ નો ઉપયોગ કરે છે. મારો ચહેરો બતાવો અને કંઈક બીજું કહેવા માટે એઆઇનો ઉપયોગ કરે છે.” તેમની પાસે ઘણા પૈસા છે, તેઓ લૂંટારા છે, પરંતુ તેઓ એક પણ પૈસો ખર્ચતા નથી.