રાજુલા ખાતે આવેલ  બાપા સીતારામ પીટીસી કોલેજમાં પીટીસી પૂર્ણ કરેલ તાલીમાર્થીઓનો ૧૫ વર્ષ બાદ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં તમામ પૂર્વ પ્રાધ્યાપકોનું ઋણ સ્વીકાર કરવામાં આવ્યુ અને  સન્માન પત્ર એનાયત
કરવામાં આવેલ હતા. કોલેજના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ અને અધ્યાપકોએ તેમના કોલેજ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સંસ્થા અને ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું.