મહેસાણાના કડીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. જેમાં દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમમાં મોરેમોરા! થયા હતા. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા-નીતિન પટેલ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે. જેમાં એપીએમસીની પત્રિકામાં સ્થાનિક સ્ન્છનુ નામ જ ગાયબ થઈ ગયું હતું.સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનું પત્રિકામાં નામ જ ન હતું. આમ વિધાનસભા ચૂંટણી પહેલાનો જૂથવાદ ફરી દેખાયો છે. તે સિવાય ૨ કાર્યક્રમનુ એક જ દિવસે અને એક જ સમયે આયોજન કરવામાં આવ્યું છે. કડી એપીએમસીનો ૨૨ ઓક્ટોબરે ૧૦ વાગે સ્નેહમિલન છે.કડી ભાજપનો પણ ૨૨ ઓક્ટોબરે સ્નેહમિલન સમારોહ છે. જેને લઈને કડી ભાજપમાં ચાલતો જૂથવાદ ફરી સપાટી પર આવ્યો છે. અગાઉ કરશન સોલંકી-નીતિન પટેલ જૂથ આમને સામને હતુ. બંને કાર્યક્રમ એક જ દિવસે અને એક જ સમયે હોવાથી વિવાદ વકર્યો છે.









































