ધારી તાલુકાના ચલાલા ખાતે સોમવારે પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. વસૈયા દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે ચલાલાની મુખ્ય બજાર તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું પીઆઈ વસૈયાએ લોકોને તહેવાર દરમિયાન શાંતિ જાળવવા અપીલ કરી હતી અને પોલીસની સતર્કતા પર ભાર મૂક્યો હતો. શહેરીજનોએ પણ પોલીસ સ્ટાફને દિવાળીની શુભકામના પાઠવી હતી.









































