સુપ્રીમ કોર્ટે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કાર્યરત પ્રાદેશિક એજન્સીઓ માટે તેમના અધિકારીઓને પ્રવર્તમાન કાયદાઓ વિશે અગાઉથી સંવેદનશીલ બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તેઓ આંતરરાષ્ટ્રીય મુસાફરની અટકાયત અથવા ધરપકડ કરવા જેવા ગંભીર પગલાં લેવા જઈ રહ્યા હોય. ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે છેલ્લા વીસ વર્ષથી ઇટાલીમાં રહેતા ભારતીય નાગરિક, બિન-નિવાસી ભારતીય રોકી અબ્રાહમ સામે શરૂ કરાયેલી ધરપકડ અને ફોજદારી કાર્યવાહી રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.જાન્યુઆરી ૨૦૨૫ માં, અબ્રાહમને દિલ્હી એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેના પર તેના સામાનમાં હરણના શિંગડા રાખવાનો આરોપ હતો, જે વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ પ્રતિબંધિત છે. તેની બેગમાંથી શિંગડા મળી આવ્યા પછી, એરપોર્ટ અધિકારીઓએ કાયદાની કલમ ૩૯, ૪૯ અને ૫૧ હેઠળ તેની સામે હ્લૈંઇ દાખલ કરી અને તેની ધરપકડ કરી.અબ્રાહમ લગભગ બે અઠવાડિયા સુધી કસ્ટડીમાં રહ્યા. ત્યારબાદ તેમને ભારત છોડવા પર પ્રતિબંધ સહિત કડક શરતો સાથે જામીન આપવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ડીએનએ પરીક્ષણથી જાણવા મળ્યું હતું કે તેની પાસે મળેલી વસ્તુ ખરેખર રેન્ડીયર હોર્ન હતી, જે ભારતના વન કે વન્યજીવન કાયદાઓનું ઉલ્લંઘન કરતી નથી.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “આ કોર્ટને લાગે છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સંબંધિત બાબતો સંભાળતી એજન્સીઓ માટે તેમના અધિકારીઓને હાલના કાયદાઓ વિશે યોગ્ય રીતે શિક્ષિત કરવું જરૂરી છે જેથી તેઓ ધરપકડ જેવા કડક પગલાં લેતા પહેલા સાવધાની સાથે કાર્ય કરી શકે અને કાનૂની સલાહ લઈ શકે.” કોર્ટે એમ પણ કહ્યું હતું કે આવા ખોટા નિર્ણયો દેશની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચાડે છે અને સંબંધિત ધિકારીઓનું વર્તન માનવ અધિકારોનું ઉલ્લંઘન સમાન હોઈ શકે છે.તેથી સુપ્રીમ કોર્ટે અબ્રાહમની ધરપકડ, એફઆઈઆર અને તેની સામેની તમામ કાર્યવાહીને સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરી, તેમને રદ કરી. તેથી સુપ્રીમ કોર્ટે અબ્રાહમની ધરપકડ, એફઆઈઆર અને તેની સામેની તમામ કાર્યવાહીને સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરી, તેમને રદ કરી.










































