વડીયામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આરાધના કુમાર છાત્રાલય કાર્યરત છે. જેમાં વસવાટ કરી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીનો અભ્યાસ કરે છે. આ છાત્રાલયના સંચાલક દિનેશભાઇ સોલંકી અને વડીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ગાંગણાએ સંયુક્ત રીતે વડીયા પોલીસ સ્ટેશન ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઓક્ટોબર માસ અને ગાંધી સપ્તાહ અંતર્ગત પોલીસ સ્ટેશન અને આસપાસના એરિયામાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. પોલીસ સ્ટેશનમાં બાળકોની મુલાકાત ગોઠવી પોલીસની કામગીરી અને ગુનાઓ સાથે મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં સાઇબર ક્રાઇમ અને ગુડ ટચ-બેડ ટચ બાબતે ઇન્ચાર્જ પીઆઇ ગાંગણા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું હતું. છાત્રાલયના ટ્રસ્ટી લાલભાઈ આઠું, પોલીસ સ્ટાફ તેમાં જોડાયા હતા.