કોડીનારના દુદાણા ગામ ખાતેના ચેકડેમમાં મહારાષ્ટ્રનો યુવાન અકસ્માતે પડી જતા ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે દુદાણાના લોકો, કોડીનાર નગરપાલિકા અને વેરાવળ ફાયર વિભાગે જહેમત ઉઠાવી હતી. અંતે અંદાજે ૩૫ વર્ષીય યુવાન કરણ માળીની લાશ મળી હતી. કોડીનાર પોલીસે તે અંગે કાયદેસરની કાર્યવાહી કરીને લાશ પીએમ માટે મોકલી હતી. કરણના મા-બાપ અગાઉ
મૃત્યુ પામેલ હોવાથી કરણ એકલવાયું જીવન ગાળીને છુટક મજૂરી કરતો હતો. બે દિવસ સુધી તેના વાલી-વારસદાર ન મળતા કોડીનારની સેવાભાવી સંસ્થા ગુરુનાનક યુવક મંડળના રમેશભાઈ બજાજ અને હરિૐ સેવા ટ્રસ્ટના જે.કે. મેર દ્વારા કોડીનાર પોલીસને સાથે રાખીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.










































