અમરેલી જિલ્લામાંથી વધુ ત્રણ લોકો લાપતા થયા હતા. લાઠીના નારાયણનગર ઢોરા વિસ્તારમાં રહેતા સુમારભાઈ ઇસ્માઇલભાઈ દલ (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી ઘરેથી નાસ્તો લેવા જવાનું કહીને નીકળી હતી જે બાદ પરત ફરી નહોતી. બીજા બનાવમાં જાફરાબાદના ટીંબી વાકીયા રોડ પર રહેતા નરશીભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૧)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી ઘરેથી હું ગામમાં જાવ છુ તેમ કહીને નીકળી હતી અને પરત ફરી નહોતી. અમદાવાદના નિકોલમાં રહેતા લાલજીભાઈ કરશનભાઈ સભાડીયા (ઉ.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, રાજુલામાં રહેતા ગુમ થનાર સુરેશભાઈ જાફરાબાદ રોડ પર આવેલા ખેતલા આપા ટી સ્ટોલ નામની દુકાન ખાતે ચાર્જિંગ કરવાનું કહી બાઈક લઈને ક્યાંક જતા રહ્યા હતા.









































