સમગ્ર દેશ અને દુનિયાભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ ઉત્સવ વિશે સમાજમાં ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા દ્વારા વિજયાદશમી નિમિતે પ્રશ્નાવડા ખાતે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ગામમાં સ્વયંસેવકો દ્વારા ઘોષ અને વાદ્યોના તાલે પથ સંચલન નીકળ્યું ત્યારે ગામજનો દ્વારા પરિવાર સાથે ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સ્વયંસેવકો દ્વારા યોગાસન અને વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.