ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે સંગઠન પર્વ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદ સદસ્યની ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) ને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પદગ્રહણ સમારોહ દરમિયાન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણીએ ઉપસ્થિત રહીને તેમને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. સમારોહમાં ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.