વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કૌશલ દિક્ષાંત સમારોહ-૨૦૨૫ અંતર્ગત રાજુલા આઈ.ટી.આઈ. ખાતે દિક્ષાંત સમારોહ યોજાયો હતો. અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં ઉત્તિર્ણ થયેલા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરાયા. અમરેલી જિલ્લાના પરિણામોમાં રાજુલા આઈ.ટી.આઈ.ના બે તાલીમાર્થીએ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું છે. કોપા ટ્રેડની જીવુબેન લાખણોત્રાએ પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું છે. કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગ નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.










































