ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, અમરેલી જિલ્લા દ્વારા પ્રધાનમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યો છે. આ આવેદનપત્રમાં, સર્વોચ્ચ અદાલત દ્વારા ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ શિક્ષક પાત્રતા પરીક્ષા TET ફરજિયાત બનાવવાના નિર્ણયથી ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મહાસંઘના જણાવ્યા મુજબ, આ નિર્ણયને કારણે દેશભરમાં લાખો શિક્ષકોની સેવા સુરક્ષા અને આજીવિકા જોખમમાં મુકાઈ છે.
આ સંસ્થાએ પ્રધાનમંત્રીને આ બાબતમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો છે અને આવેદનપત્ર યોગ્ય માધ્યમથી પ્રધાનમંત્રી કાર્યાલય PMO સુધી પહોંચાડવા માટે વિનંતી કરી છે. અમરેલી સહિત આજે સમગ્ર ભારતમાં આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા છે, અને અમરેલી જિલ્લામાં પ્રાંત મંત્રી ભાભલુભાઈ વરૂ, નીરવભાઈ કારિયા, મનીષભાઈ સિદ્ધપરા, વિજયભાઈ મકવાણા, રામભાઈ કેશવાલા, ભરતભાઈ મકવાણા, મનીષભાઈ અગ્રાવત, રજનીભાઇ મકવાણા, કલ્પેશભાઈ સાબવા, આશિષભાઇ ચૌહાણ, મુકેશભાઈ નાકરણી, ભ્રમિતસિંહ ચૌહાણ, નૈમેશભાઈ પંડ્યા, દર્પણભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ ટાંક અને સનિલભાઈ વડોદરિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.






































