અમદાવાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના તહેવારમાં વાઈબ્રન્ટ નવરાત્રી ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન નવરાત્રી ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે. ગુજરાત ટુરિઝમ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, આ વર્ષની થીમ ‘આહવાન મા આદ્યા શક્તિ’ છે અને તે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક પરંપરા અને સમુદાયની સહભાગિતાનો ભવ્ય ઉત્સવ બનશે.નવરાત્રી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા ઉપÂસ્થત રહેશે. ગુજરાતમાં પ્રથમ વખત, ગરબા રમવાના વિસ્તાર માટે ખાસ એમ્ફીથિયેટર શૈલીનું વિશિષ્ટ લેઆઉટ તૈયાર કરવામાં આવશે, જેમાં આરામદાયક બેઠકો સાથે ગરબા જાવાનો આનંદ માણી શકાશે અને આખો અનુભવ વધુ રસપ્રદ બનશે.ઉદ્ઘાટનના દિવસે રાજ્યભરમાંથી ૧,૦૦૦થી વધુ કલાકારો, જેમાં પ્રાચીન, અર્વાચીન, અને રાસ-દાંડિયાના જાણીતા કલાકારો સામેલ રહી, પરંપરાગત ગરબાનું અદ્વિતીય પ્રદર્શન કરશે. આ કાર્યક્રમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યો છે. સ્થળને થીમ આધારિત દરવાજાઓથી શોભાવવામાં આવશે, જેમાં પ્રસિદ્ધ “કળશ ગેટ” પણ હશે, જે સમૃદ્ધિ અને ભક્તિનું પ્રતિક છે. આ શણગાર પરંપરાઓને ઉજવતા મુલાકાતીઓને મનમોહક દૃશ્યોનો અનુભવ આપશે.આ વર્ષે નાના જૂથ માટે ૯ ખાસ ગરબા ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ઝોનમાં મહત્તમ ૫૦ સભ્યો આરામથી ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકિટની કિંમત દર વ્યક્તિ દીઠ ?૧૦૦ની રહેશે તેમજ ગ્રુપ બુકિંગ, ર્મ્ાર્સ્અજીર્રુ પર, ૨૫ અને ૧૫ સભ્યોના સેટમાં ઉપલબ્ધ રહેશે, જે આ ઉત્સવને ખાનગી અને સલામત રીતે માણવાની તક આપશે.નવરાત્રી મહોત્સવ દરમિયાન સેલ્ફી પોઈન્ટ્સ તેમજ ફોટો-ઝોન, મહાઆરતી, બાળકો માટેની ખાસ કિડ્સ સિટી (બાળ નગરી), ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવી અનેક આકર્ષક પ્રવૃત્તિઓ રહેશે, જે દરેક વયના લોકો માટે મનોરંજન અને યાદગાર અનુભવ પૂરો પાડશે. નવરાત્રિમાં ભાગ લેનાર કલાકાર- ગ્રુપ અને તારીખઃ ૨૨/૦૯/૨૦૨૫ – સમીર અને શ્રી માના રાવલ, ૨૩/૦૯/૨૦૨૫ – પ્રહાર વોરા,૨૪/૦૯/૨૦૨૫ – કાજલ મહેરિયા,૨૫/૦૯/૨૦૨૫ – યશ બારોટ,૨૬/૦૯/૨૦૨૫ – ઓસમાણ મીર,૨૭/૦૯/૨૦૨૫ – નારાયણ ઠક્કર ૨૮/૦૯/૨૦૨૫ – જીગ્નેશ કવિરાજ ૨૯/૦૯/૨૦૨૫ – અભિતબેન પટેલ ૩૦/૦૯/૨૦૨૫ – પાયલ વેખરીયા ૦૧/૧૦/૨૦૨૫ – લાલિત્ય મુન્શા









































