રાજુલાની ગાયત્રી શક્તિપીઠમાં સુદર્શન નેત્રાલય અમરેલી હોસ્પિટલનો નેત્ર નિદાન કેમ્પ આજે રવિવારે યોજાશે. આ સાથે હોમિયોપેથિક અને આયુર્વેદિક કેમ્પ પણ યોજાશે, તેમાં અનેક રોગનું નિદાન, સારવાર તેમજ વિનામૂલ્યે દવા આપવામાં આવશે. કેમ્પમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્ય કરી આપવામાં આવશે. આ કેમ્પનો સમય સવારના ૯ થી ૧૨ઃ૩૦ વાગ્યા સુધી છે. જેમને મોતિયાનું ઓપરેશન કરાવવું હોય તેમણે આધારકાર્ડની ઝેરોક્ષ સાથે લાવવી જરૂરી છે. આ કેમ્પ ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ એ.પી.એમ. ટર્મિનલ્સના આર્થિક સહયોગથી થાય છે. જરૂરિયાતમંદ ભાઈ-બહેનોને કેમ્પનો લાભ લેવા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ રાજુલાએ ખાસ વિનંતી કરી છે.









































