અમરેલી શહેરના પટેલ સમાજના યુવકોએ ભોજલધામ ફતેપુર ખાતે દર પૂનમે જવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત રવિવારે યુવાનોએ ભોજલરામ બાપાના મંદિરે મહંત પૂજ્ય ભક્તિ રામ બાપુના સાનિધ્યમાં થાળ અને ધ્વજારોહણનું આયોજન કર્યું હતું. તેમાં દિનેશભાઈ ભુવા, સુરેશભાઈ દેસાઈ સહિતના મોટી સંખ્યામાં પટેલ સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા.