ઉનાનાં ટીંબી ગામના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ આનંદગઢ દ્વારા ભાવિક ભક્તોએ રૂપેણ નદીમાં ઠાકોરજીને જળવિહાર કરાવ્યો હતો. આ અવસરે આજુબાજુના ૪પ ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જાડાયા હતા. રાજકોટ રતનપરીથી પધારેલા શ્રી નારાયણ પ્રસાદદાસજી સ્વામી, માતા મંદિરના મંહત શ્રી સીતારામ બાપુ અને અન્ય સંતોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અને રૂપેણ નદીના જળનું પૂજન કરી નૌકામાં બિરાજેલા ભગવાન અને ગણપતિને અભિષેક કર્યો હતો.









































