પ્રભાસ પાટણના રામરાખ ચોક ખાતે છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત ગણેશ કિંગ મિત્ર મંડળ દ્વારા ગણેશ પંડાલમાં સાક્ષાત અમરનાથ ગુફા જેવી જ બરફની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ અનોખા આયોજનમાં મૂળ અમરનાથની જેમ જ ચાલવાના માર્ગમાં બરફની ૮૦ લાદીઓ બિછાવીને ઠંડક અને ગુફાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. આગામી કાર્યક્રમોમાં સોમવારે સાંજે ૮ વાગ્યે ગણેશજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, અને મંગળવારે બપોરે ૨ વાગ્યે બાપાની વિસર્જન યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે.









































