રાજ્ય વિધાનસભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે આ નવી નીતિને મંજૂરી આપી
પશ્ચિમ બંગાળ કેબિનેટે એક મહત્વપૂર્ણ નીતિને મંજૂરી આપી. આ નીતિ હેઠળ, બિન-રહેણાંક પ્લોટોને રિયલ એસ્ટેટ અને હાઉસિંગમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. બંગાળ સરકારના આ પગલાને રાજ્યમાં બિનઉપયોગી જમીનને મુક્ત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. રાજ્ય વિધાનસભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે આ નવી નીતિને મંજૂરી આપી છે, જે શહેરી વિકાસ અને મ્યુનિસિપલ વિભાગ હેઠળના બિન-રહેણાંક પ્લોટ પર લાગુ થશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે દાયકાઓ પહેલા, કર્મચારીઓ માટે રહેઠાણ માટે ઔદ્યોગિક એકમોને ખાલી જમીનના ઘણા પ્લોટ આપવામાં આવ્યા હતા. આ મકાનો ઘણીવાર ૯૯ વર્ષ કે તેથી વધુ સમય માટે આપવામાં આવતા હતા, પરંતુ હવે તેનો મોટો ભાગ ઉપયોગમાં લેવાતો નથી. તેમણે કહ્યું કે મંજૂર થયેલી નવી નીતિ હેઠળ, આ પ્લોટોને રૂપાંતરિત કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા નક્કી કરવામાં આવનારી ફીના આધારે શરૂ થશે. તેમણે કહ્યું કે ફી માળખા અને તેના અમલીકરણ માટે વિગતવાર માર્ગદર્શિકા આગામી અઠવાડિયામાં જારી કરવામાં આવશે.
આ ગૃહનિર્માણ નીતિ ઉપરાંત, મંત્રીમંડળે વહીવટ, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાના વિકાસ સંબંધિત અનેક પ્રસ્તાવો સહિત અનેક અન્ય પ્રસ્તાવોને પણ મંજૂરી આપી છે. વહીવટી માળખાને મજબૂત બનાવવા માટે, સરકાર વિવિધ વિભાગોમાં ૧૮ નવી જગ્યાઓ ભરતી કરશે, જેમાં નાણા, મત્સ્યઉદ્યોગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગો તેમજ રાજ્યપાલ કાર્યાલયમાં બે કામચલાઉ વરિષ્ઠ સ્તરના અધિકારી પદોનો સમાવેશ થાય છે.
અધિકારીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળે ૧૧ સરકારી મેડિકલ કોલેજામાં મોટા પાયે ન‹સગ સ્ટાફની ભરતીને પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત, ઉત્તર અને દક્ષિણ દિનાજપુર અને જલપાઇગુડી સહિત કેટલાક જિલ્લાઓમાં રાજવંશી અને કામતાપુરી ભાષાઓમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં ફક્ત ૧૨ પેરા-શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે, જેમાંથી ૧૦ કામતાપુરી માધ્યમિક શાળાઓમાં અને બે રાજવંશી શાળાઓમાં હશે.
અધિકારીએ જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વારસાના વિકાસ માટે, સરકારે રામકૃષ્ણ અને શારદા દેવીના જન્મસ્થળો સાથે સંબંધિત વિસ્તારો માટે વિકાસ બોર્ડની રચનાને પણ મંજૂરી આપી છે. આ બોર્ડ ખાસ પ્રોજેક્ટ્સ દ્વારા તે ઐતિહાસિક વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણના કાર્યનું નિરીક્ષણ કરશે.








































