છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતભરમાં મેઘરાજાનું જાર વધ્યું છે. મુખ્યત્વે સૌરાષ્ટÙ અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આજે અરવલ્લી, દાહોદ, મહિસાગર, વલસાડ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત અન્ય તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતભરમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી અનુસાર ગુજરાતના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે દાદરાનગર હવેલી અને દમણમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. આ સાત સ્થળ વિસ્તાર સિવાય અન્ય તમામ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, વલસાડ અને ગીર સોમનાથ જિલ્લા તથા દાદરાનગર હવેલી અને દમણમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાયના અન્ય તમામ જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ થવાની શકયતા છે.છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ વરસાદની વાત કરીએ તો, કચ્છના નલિયામાં ૨૧.૮ ઈંચ, ભાવનગરમાં ૧૩.૭ ઈંચ, રાજકોટમાં ૧૨.૪ ઈંચ, કેશોદમાં ૯.૪ ઈંચ, અમદવાદમાં ૫.૦ ઈંચ અને દમણમાં ૫૧.૬ ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ ૨૮ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આવતીકાલ ૨૪ ઓગસ્ટના રોજ પણ પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.