જૂનાગઢમાં વાઘ બકરી ચા ની કંપનીના ડુપ્લીકેટ લોગો લગાવીને ચા નું વેચાણ કરતો કરીયાણાના વેપારીની પોલીસે અને કંપનીના લીગલ મેનેજરે અઢી લાખના ચા ના જથ્થા સાથે ધરપકડ કરીને ફરિયાદ દાખલ કરી છે

દિવસે ને દિવસે ડુબલીકેટની હારમાળામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે નામાંકિત ચા ની કંપનીના ડુબલીકેટ લોગો લગાવીને ચાલુ વેચાણ કરતા એક શખ્સને મોટા જથ્થા સાથે વાઘ બકરી ચાના લીગલ મેનેજર અને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. વાઘબકરી ચા ના અમદાવાદ સ્થિત લીગલ મેનેજર જયમન રજનીભાઈ શાહ જૂનાગઢમાં આવ્યા હતા.અને તેઓએ અહીના સ્થાનિક એરિયા સેલ્સ મેનેજર સાથે બજારમાં ફરી રહ્યા હતા ત્યારે તેમને એવી હકીકત મળી કે, જુનાગઢ શહેરના સુખનાથ ચોક પાસે નરસિંહ મહેતાના ચોરા પાસેના રોડ ઉપર આવેલ આપા ગીગા પ્રોવિઝન સ્ટોરમાં તેમની કંપનીના ડુપ્લીકેટ લોગો વાળી ચા નું વેચાણ થાય છે, જેથી તેઓએ એ ડિવીઝન પોલીસની મદદ માંગી હતી. અને પોલીસની એક ટીમ સાથે તે સ્થળે તપાસ કરી હતી.તો અહી વેપારી દીપક ભગવાનદાસ લાલવાણીની દુકાનના ગોડાઉનમાંથી વાઘબકરી કંપનીના ડુપ્લીકેટ આર્ટવર્ક લોગોના ચા ભરેલા અનેક બાચકા મળી આવ્યા હતા.

જેમાંથી ૨૫૦ ગ્રામના ૧૬૭૨ પેકેટનો જથ્થો જે કુલ ૪૧૭ કિલોગ્રામનો જથ્થો ૨.૫૦ લાખનો હોવાનું સામે આવતા તે કબજે કરીને વેપારી દીપક લાલવાણી સામે કંપનીના લીગલ મેનેજરે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોધીને આરોપીની ધરપકડ કરી છે.

નામાંકિત વાઘ બકરી ચા ની કંપનીને નુકસાન થાય તે રીતે ડુબલીકેટ લોગા વાળું આર્ટ વર્ક બનાવી અને ચાનું વેચાણ કરવામાં આવતું હતું ફક્ત કંપનીને જ નહીં પરંતુ લોકો સાથે પણ સીધી જ છેતરપિંડી થતી હતી. આરોપી દીપક લાલવાણી બજારમાંથી લુઝ ચા નો જથ્થો લાવતો હતો અને વાઘ બકરી ચાના ડુબલીકેટ પેકેજીંગ મંગાવી તે તેમાં ચાર નો જથ્થો ભરી અને વેચાણ કરતો હતો.

છેલ્લા એક મહિનામાં તેણે ૧૦૦ કિલો જેટલી ચાનું વેચાણ કર્યું હોવાની કબુલાત આપી છે. વાઘ બકરી ચાના ડુબલીકેટ પેકેટ જૂનાગઢના મયુર પુરોહિત નામના પાસેથી લાવતો હોવાની કબુલાત કરી છે પોલીસ દ્વારા હવે મયુર પુરોહિત નામના શખ્સની પણ શોધખોળ શરૂ કરીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

બીજી તરફ ઝડપાયેલા આરોપી કરિયાણાનો વેપારી દીપક લાલવાણી લુઝમાં ચાનો જથ્થો લઈ આવતો હતો. એટલે આ ચા ના જથ્થો ઉપયોગમાં લેવા લાયક છે કે નહીં તે પણ એક મહત્વનો સવાલ છે એટલે લોકોને તે વાઘ બકરી નામથી આ ચાનું વેચાણ કરતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે. તહેવાર શરૂ થતા ધોર નિંદ્રામાંથી સફાળું જાગ્યું ફ્રૂડ વિભાગ, સેમ્પલ લઈ તપાસ હાથ ધરી ત્યારે જુનાગઢના સામાજિક અગ્રણી દ્વારા આ ડુબલીકેટ પેકિંગમાં ચા ની ઘટનાથી તંત્રની કામગીરી સામે રોસ વ્યક્ત કર્યો છે. જે તે વિભાગના અધિકારીઓ જેને ફૂડ સહિતની કામગીરી કરવાની હોય છે તે પોતાની ફરજ ન બજાવતા હોય અને ફક્ત હપ્તાખોરી કરતા હોવાના આક્ષેપો લાગ્યા છે. તેમજ જે જે ખાદ્ય પદાર્થ વહેંચાઈ રહ્યું છે. તેની ચેકિંગ પણ તંત્રની ટીમ દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.