અમરેલીમાં બોલીવૂડના સ્વ. ગાયક મોહમ્મદ રફીની ૪૫મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીના વોઇસ ઓફ રફી- એજાજ નગરીયા (મેઘદૂત ફૂલહાર) તથા અન્ય કલાકારોએ સ્વર દ્વારા રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે આયોજિત ખાસ કાર્યક્રમમાં અમરેલીના જાણીતા ધારાશાસ્ત્રી અને બ્રહ્મસમાજના અગ્રણી ઉદયનભાઈ ત્રિવેદી, સામાજિક કાર્યકર હાલાભાઇ, ચંદ્રેશભાઇ ધોળકિયા (મધુવન આર્ટ) અને રિયાઝભાઈ વેરસિયા ફાઉન્ડર શેર એન્ડ કેર તેમ જ બહોળી સંખ્યામાં રફીના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઉમેશભાઈ ચાવડાએ કર્યું હતું.