ધારી શહેરમાં આવેલા હરિકૃષ્ણ નગરમાં અવારનવાર સિહોના આંટાફેરાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સિંહ હવે જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડતા હોવાથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જેમાં ગતરાત્રિના હરિકૃષ્ણ નગરમાં મધરાત્રે સિંહોએ આંટાફેરા કરતા શ્રવણભાઈ ભાઠીના નિવાસસ્થાન પાસે શેરીમાં એક ગાયનું મરણ કર્યું હતું જેથી આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે તાત્કાલિક મારણને દૂર ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.