સાવરકુંડલાથી મહુવા તરફ જતા રસ્તા પર આવેલા રેલવે ફાટક નં. નં.૬૭/બી પર રેલવે ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતાં ભારે, નાના અને મધ્યમ વાહનોએ વૈકલ્પિક રુટ અનુસરવો. અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વૈકલ્પિક રુટ મુજબ અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા ભારે તથા મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ પરથી પસાર થવું.