કચ્છમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આ કારણે ભારે તંગદીલી સર્જાઈ હતી તેમજ મામલો ગરમાયો હતો. જિલ્લા પંચાયતમાં મામલો બીચકયો હતો જેના કારણે પોલીસને પણ આવવાની ફરજ પડી હતી.
કચ્છમાં જિલ્લામાં શિક્ષણની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. અને જિલ્લામાં શિક્ષકોની ઘટનો મુદો ઉગ્ર બન્યો છે. અગાઉ અનેક રજૂઆત કર્યા પછી પણ કોઈ નક્કર પરિણામ ન આવતા હવે કોંગ્રેસ આ મુદ્દે મેદાને આવી છે. જિલ્લા પંચાયતની ઓફિસમાં શિક્ષકોના ઘટ મુદ્દે હોબાળો કરીને સત્તા પક્ષના હોદેદારો પાસે રાજીનામાની માગ કરી હતી. જિલ્લા પંચાયતની ઓફિસમાં ધક્કામુકી સર્જાઈ હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
ગુજરતભરમાં સરકારી શાળામાં શિક્ષકોની ઘટ જાવા મળી છે. જેમાં જિલ્લાની પ્રાથમિક શાળામાં ૫૦ ટકા મહેકમની ઘટ છે. આને કારણે જિલ્લાનું શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે. કચ્છના અંતરિયાળ અને છેવાડાના ગામડાના શિક્ષકની લાંબા સમયથી ઘટ છે.સરકાર એક બાજુ પ્રવેશ ઉત્સવ કરે છે તો બીજી તરફ કચ્છ જિલ્લામાં ૧,૬૪૫ જેટલી પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં ૧૦૦ જેટલી શાળામાં એકપણ શિક્ષક નથી, જ્યારે ૧૫૦ જેટલી
શાળામાં માત્ર એક શિક્ષક કાર્યરત છે. જિલ્લામાં ૪,૭૦૦ જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. જેની અસર વિદ્યાર્થીના ભણતર પર પડી રહી છે.