બાબરાના થોરખાણ ગામની બહાર નોંઘણવદર ગામે જવાના રસ્તે સોલાર પ્લાન્ટમાં ઘાસ કાપવાના કોન્ટ્રાક્ટનું મનદુઃખ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે લોનકોટડા ગામના શીવરાજભાઈ ભાણકુભાઈ બસીયા (ઉ.વ.૩૬)એ નોંઘણવદર ગામના સુરેશ મુકેશ જેબલીયા, યુવરાજ પુંજાભાઈ જેબલીયા તથા રણજીત ઉનડભાઈ જેબલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓને પવનચક્કીના સોલાર પ્લાન્ટમાં આવેલ ઘાસ કાપવાનો કોન્ટ્રાકટ જોઈતો હતો. જેનું મનદુઃખ રાખી ગાળો આપી લોખંડના પાઈપનો એક ઘા માર્યો હતો.ઉપરાંત ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે. એમ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.