નાના માચીયાળા ગામના બસ સ્ટેન્ડ પાસે ઈનોવા ચાલકે ‘આઈસ્ક્રીમની ગાડી લઈને આ રૂટમાં નીકળશો તો તમોને જાનથી મારી નાખીશું’ કહી ધમકી આપી હતી. બનાવ અંગે મૂળ રાજસમઢીયાળા ગામના અને હાલ અમરેલીમાં રહેતા દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૨૯)એ ઈનોવા નંબર જીજે-૧૪-એટી-૦૦૯૦ના ચાલક સહિત ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ નાના માચીયાળા ગામના બસ સ્ટેન્ડ પાસે આરોપીએ તેમની કંપનીનો ટ્રક આંતરીને ઉભો રખાવ્યો હતો. તેમજ ડ્રાઈવર અજયભાઈ મનોજભાઈ વાઘેલા તથા ક્લીનર લલીત પુરનગીરીને ગાળો આપી હતી અને ‘આ આઈસક્રીમની ગાડી લઈને આ રૂટમાં નીકળશો તો તમોને જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.