રાજુલાના રામપરા-૨ ગામેથી નાગેશ્રીમાં રહેતો એક યુવક ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે ૧૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ધારીમાંથી ૧૦ લીટર તથા ખારા ગામેથી ૫ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. જામકા અને પુંજાપાદર ગામેથી એક એક યુવક પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયો હતો.