૩) ગોધૃતઃ- ગાયના ઘીના ગુણો તો અસંખ્ય છે. ગાયના ઘી વિષે કહેવાયું છે કે, “આયુર્વે ધ્રુત્તમ” અર્થાત ગાયનું ઘી આયુષ્યનો પર્યાય છે. ગાયનું ઘી ખાવાથી આરોગ્ય અને આયુષ્ય બન્ને પ્રાપ્ત થાય છે.
ચિકિત્સાશાસ્ત્રમાં ગાયના ઘી વિષે કહેવાયું છે કે, ગાયનું ઘી ગુણોમાં સર્વશ્રેષ્ઠ છે. તે મધુર, શીતળ, વાયુ, પીત અને ઝેરનો નાશ કરવાવાળું, આંખની જ્યોતિ અને શરીરનું સામર્થ્ય વધારવા વાળું છે.
આંખ, કાન, નાકના રોગો તથા ખાંસિ, મુર્છા, તાવ, કૃમિ અને વાયુ, પીત અને કફજન્ય રોગોના ઉપદ્રવમાં ગાયનું ઘી મહાઔષધિનું કાર્ય કરે છે. ગાયનું ઘી જેટલું જુનું હોય તેટલું વધારે ગુણકારી હોય છે. દસ વર્ષ જુના ઘીને“જીર્ણ” સો થી એક હજાર વર્ષ જુના ઘીને “કૌમ્ભ” અને અગિયારસો વર્ષ જૂના ઘીને “મહાધૃત” કહેવામાં આવે છે.
કોલેરા, મંદ થઈ ગયેલ પાચનક્ષમતા, ક્ષય વગેરેમાં ગાયના ઘીનું સેવન હાનિકારક છે. તાવમાં અથવા તાવના કારણે થતી શરીરની બળતરામાં ઘી ખાવાથી નહિ પરંતુ માલિશ કરવાથી દર્દીને રાહત થાય છે. ગાયના દૂધ, દહીં અને ઘીના ઉત્તમ ગુણોને કારણે જ આ ત્રણેય પ્રાચીન કાળથી ભારતીયોના ભોજનનું અભિન્ન અંગ બની રહેલ છે. “વિના ગોરસં કો રસો ભોજનામ” અર્થાત ગોરસ વિના ભોજનમાં રસ ક્યાંથી હોય.
૪) ગૌમૂત્ર: ચરક સંહિતામાં ગૌમૂત્રના વિષયમાં કહેવાયું છે કે, ગૌમૂત્રના સેવનથી કૃમિરોગ, કોઢ, ખંજવાળ અને પ્લીહા રોગ દૂર થઈ જાય છે. ગૌમૂત્ર કડવું, તીખું, ખારું, તુરૂં, આંશિક મધુર પીતનું શમન કરનાર, રોગો મટાડનાર અને હિતકારી છે.
૫) ગોમય – ગાયનું છાણ – રોગોના જીવાણુ અને દુર્ગંધને દુર કરવામાં ગાયનું છાણ અદ્વિતીય છે. પ્રાચીન કાળમાં માત્ર ઘર જ નહિ પરંતુ ઘરનું આંગણું અને રસોડામાં પણ ગાયના છાણથી લીંપણ કરવામાં આવતું હતું. કોઈપણ માંગલિક કાર્ય કરતા પહેલા ગાયના છાણથી ભૂમિ પર લેપન કરવું અનિવાર્ય માનવામાં આવે છે. અનેક રોગોને દૂર કરવામાં ગાયના છાણની ઉપયોગીતા છે. ગાયના છાણને શરીર પર ઘસીને સ્નાન કરવાથી ખંજવાળ દૂર થાય છે તથા વધુ પડતો પરસેવો થતો હોય તો ગાયના છાણને સુકવીને તેનો પાવડર બનાવીને શરીર પર ઘસવું, તેને શરીર પર થોડો સમય રહેવા દેવું અને ત્યારબાદ સ્નાન કરવાથી વધુ પડતો પરસેવો આવવાનું બંધ થઈ જાય છે. • પંચગવ્ય બનાવવાની પધ્ધતિઃ- પરાશર સ્મૃતિ વગેરે ગ્રંથોમાં પંચગવ્ય બનાવવાની પધ્ધતિ દર્શાવેલ છે. જેમાં ગાયના પાંચ પદાર્થ અથવા ૧) દૂધ ૨) દહીં ૩) ઘી ૪) ગૌમૂત્ર ૫) છાણ વગેરે કેટલી માત્રામાં એટલે કે, કેટલા પ્રમાણમાં લેવા જોઈએ તેનું વિવરણ તો છે જ પરંતુ ખાસ કરીને કપિલા વર્ણની અર્થાત સુવર્ણ જેવા રંગની ગાય ખૂબ જ હિતકર ગણાય છે. પંચગવ્યમાં એક ભાગ ઘી, એક ભાગ ગૌમૂત્ર, એક ભાગ છાણ, બે ભાગ દહીં અને ત્રણ ભાગ દૂધ વગેરેનું મિશ્રણ બનાવવાનું હોય છે પછી તેને સાત વખત વસ્ત્રથી ગાળવું જોઈએ. તેમાં થોડું મધ પણ ઉમેરવાથી વધુ ગુણકારી બને છે. પંચગવ્યનું સેવન વધુ લાભદાયી નીવડે છે. પ્રયોગ કરી પેટ સાફ કર્યા બાદ પંચગવ્યનું સેવન વધુ લાભદાયી નીવડે છે. સાટોડી, દેવદાર, સુંઠ, ગુગળ, દશમૂલ અને ગૌમૂત્ર આ બધાનું મિશ્રણ કરી ઉકાળો બનાવી પીવાથી આંતર બાધ્ય સોજા અવશ્ય દૂર થાય છે. • ગૌમૂત્ર રોગો પર વિજયી કેવી રીતે બનાવે છે જે નીચે મુજબ છે.
૧) ગૌમૂત્રમાં કોઈપણ પ્રકારના કીટાણું નષ્ટ કરવાની ચમત્કારીક શક્તિ છે. તેથી બધી જ કીટાણુજન્ય વ્યાધિઓ નષ્ટ થાય છે.
૨) ગૌમૂત્ર વાત, પીત અને કફને સમાન બનાવે છે તેથી રોગો આપોઆપ નષ્ટ થઈ જાય છે.
૩) ગૌમૂત્રનું સેવન કરવાથી મનુષ્યનું લીવર બરાબર કામ કરતું થાય છે. તેથી આપોઆપ લોહી સ્વચ્છ બનવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
૪) ગૌમૂત્રમાં એવા તત્વો છે કે જે માનવ શરીરના આરોગ્યદાયક તત્વોની કમીને પૂરી કરે છે.
૫) ગૌમૂત્રમાં કેટલાય ખનીજ, ખાસ કરીને તાંબુ હોય છે જેની પૂર્તિથી શરીરમાં ઘટતા ખનીજ તત્વોની પૂર્તિ થઈ જાય છે. તેમજ ગૌમુત્રમાં રહેલ સ્વર્ણક્ષાર પણ રોગોથી બચવાની શક્તિ આપે છે.
૬) માનસિક આઘાતથી સ્નાયુતંત્રને આઘાત લાગે છે. ગૌમૂત્રને ભેદ્ય અને હ્યદ્ય કહેવામાં આવે છે. એટલે કે મગજ અને હૃદયને શક્તિ પ્રદાન કરે છે. તેથી જ માનસિક કારણોથી લાગેલ આઘાતથી હૃદયની રક્ષા કરે છે અને મગજ તેમજ હૃદયને રોગોથી બચાવે છે. (ક્રમશઃ)
hemangidmehta@gmail.com