પ્રખ્યાત અભિનેતા અને મક્કલ નિધિ મયમ નેતા કમલ હાસને શુક્રવારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લઈને તેમની રાજકીય સફરની નવી સફર શરૂ કરી. કમલ હાસને સંસદ ભવનમાં તમિલ ભાષામાં શપથ લીધા. આ તેમના માટે એક મોટી તક છે, કારણ કે ૨૦૧૮ માં પોતાની પાર્ટી શરૂ કર્યા પછી સંસદમાં આ તેમની પહેલી સત્તાવાર ભૂમિકા છે. રાજ્યસભામાં કમલ હાસનનો પ્રવેશ તમિલનાડુમાં રાજકીય સમીકરણોનો એક ભાગ માનવામાં આવે છે. તેમની પાર્ટી સ્દ્ગસ્ એ ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સને ટેકો આપ્યો હતો. આ ગઠબંધને તમિલનાડુમાં બધી ૩૯ બેઠકો જીતી હતી.

માર્ચ ૨૦૨૪માં એમએનએમ ગઠબંધનમાં જાડાયા બાદ, કમલ હાસનને રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા છે. આ પગલું ૨૦૨૬ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને વધુ મજબૂત બનાવવાની દિશામાં જાવામાં આવી રહ્યું છે.એમએનએમએ પહેલાથી જ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, ‘અમને ખુશી છે કે કમલ હાસન ૨૫ જુલાઈએ સંસદમાં શપથ લેશે અને પોતાની જવાબદારી નિભાવશે.’ તમને જણાવી દઈએ કે આ પ્રસંગે ડીએમકેના ૩ સાંસદો રાજાથી, એસ.આર. શિવલિંગમ અને પી. વિલ્સને પણ શપથ લીધા. આ ત્રણેય નેતાઓએ શપથગ્રહણ માટે તમિલ ભાષા પણ પસંદ કરી.

શપથ લીધા પછી, કમલ હાસને મીડિયાને કહ્યું, ‘હું ખૂબ જ ગર્વ અને સન્માનિત અનુભવું છું.’ ગુરુવારે, તમિલનાડુના ૬ રાજ્યસભા સાંસદો તેમના કાર્યકાળ પૂરા થયા પછી નિવૃત્ત થયા. નવા સાંસદોના શપથ ગ્રહણ સાથે, તમિલનાડુથી રાજ્યસભામાં નવું નેતૃત્વ શરૂ થયું છે. તમને જણાવી દઈએ કે સ્દ્ગસ્ એ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ૪ ટકા મત મેળવ્યા હતા અને ૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું, જાકે કમલ હાસનને કોઈમ્બતુર દક્ષિણ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો.એમએનએમએ ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો ન હતો અને ડીએમકે સાથે ગઠબંધન કર્યું હતું.