“મિ. એક્સ ઇન બોમ્બે” શાંતિલાલ સોની દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જેમાં કિશોર કુમાર, કુમકુમ અને મદન પુરી અભિનિત છે.
શોભા તેના વૈજ્ઞાનિક પિતા સાથે શ્રીમંત જીવનશૈલી જીવે છે. જે હવે વિવિધ રસાયણો પર પ્રયોગો કરી રહ્યા છે.
એક દિવસ આમ કરતી વખતે, મનોહર નામનો કર્મચારી એક પ્રવાહી પીવે છે, જેના પરિણામે તેનું મૃત્યુ થાય છે.
રાજન તેમના બચાવમાં આવે છે, છૂટકારો આપે છે અને બ્લેકમેઇલિંગ શરૂ કરે છે. એક દિવસ શોભા સુદર્શનના નામના એક કવિને મળે છે અને તે બંને પ્રેમમાં પડે છે.
જ્યારે તે લગ્નમાં તેના હાથ માટે પૂછે છે, ત્યારે તે ના પાડી દે છે. બીજા દિવસે, શોભાને સુદર્શન તરફથી તેને સંબોધિત એક ચિઠ્ઠી મળી જેમાં તેણે કહ્યું કે તે પોતાને મારી નાખશે.
ત્યારબાદ, દરરોજ રાત્રે તે સુદર્શનનો અવાજ સાંભળવાનું શરૂ કરે છે, તેના મૃત્યુ માટે તેને દોષી ઠેરવે છે, કારણ કે તેનો આત્મા સાંત્વના શોધવામાં અસમર્થ છે.
ફિલ્મની આખી કહાની કહેવા જેવી નથી કેમકે તમે એ જોશો તો અહીં અમે ખોલેલા રહસ્યો તમને ફિલ્મ જોવાનો રસ ભંગ કરી શકે છે.
અમે લગભગ સાતમું આઠમું ભણતા ત્યારે અખબારમાં “મિ. એક્સ ઇન બોમ્બે” ફિલ્મની જાહેરાત ઉપર સતત નજર પડતી અને ફિલ્મ જોવાનું મન થતું પણ જોઈ શકાઈ નહોતી. કારણ કે ટોકીઝમાં તે એ ૮૦-૯૦ ના દાયકામાં આવતી ન હતી અને સીડી ડીવીડીનો જમાનો હજી શરૂ થયો ન હતો.
આભાર – નિહારીકા રવિયા ૧૯૬૪માં રિલીઝ થયેલી આ ફિલ્મ મેં છેક ૨૦૨૫ માં જોઈ. ફિલ્મમાં કિશોરકુમાર હોય એટલે અભિનય બાબતે કહેવાપણું જ ના હોય. તેમ છતાં મને એટલું તો ફીલ થયું કે બીજી સુપરહિટ ફિલ્મોના કિશોરકુમાર કરતા મિસ્ટર એક્સ ઈન બોમ્બેના કિશોરકુમાર થોડાક વધારે પડતા પીઢ દેખાય છે. વિલન તરીકે મદનપુરી અને હિરોઈન તરીકે કુમકુમ પોત પોતાનું કામ સરસ રીતે કરી ગયા છે. એ સમયની આ સુપરહિટ ફિલ્મ છે તેમ છતાં આજની તારીખે આ ફિલ્મમાં એવું ને એવું તાજું કોઈ તત્વ રહ્યું હોય તો તે લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત છે. ” મેરે મહેબુબ કયામત હોગી” ગીત આજે પણ આપણે સાંભળતા ધરાતા નથી.
ભારતીય સિનેમામાં ઇનવિઝિબલ હિરોના કન્સેપ્ટ વાળી ફિલ્મોમાં કિશોરકુમારની આ ફિલ્મ એક મહત્વનો લેન્ડમાર્ક છે. અગાઉ મિસ્ટર એક્સ નામની ફિલ્મમાં કિશોરકુમારના મોટાભાઈ અશોકકુમાર ઇનવિઝિબલ હીરો બન્યા હતા. ત્યારબાદ કિશોરકુમાર આ ફિલ્મમાં ઇનવિઝિબલ હીરો બને છે અને ઓવરઓલ મજા કરાવે છે. ફિલ્મમાં વાર્તાનું રહસ્ય પણ ચોકાવનારું અને રસપ્રદ છે. તેમ છતાં સમય જતા આપણને આજની તારીખે આ ફિલ્મ થોડી ઢીલી લાગે છે કારણ કે આ એક એવો વિષય છે કે જેમાં સ્પેશિયલ ઇફેક્ટની સારી એવી જરૂરત હોય અને એ સમયમાં સ્પેશિયલ ઇફેક્ટ આજના જેટલી વિકસી ન હતી. ઉડતો કિશોરકુમાર અને ગાયબ થતો કિશોરકુમાર વગેરે દ્રશ્યો આજે ડેવલપ થયેલા જમાનામાં આપણને થોડા પ્રાઇમરી કક્ષાના લાગે છે. પણ ઇનવિઝિબલ હિરોના કન્સેપ્ટ વાળી આ ફિલ્મ પછી આપણે ત્યાં એ પ્રકારની બીજી ઘણી ફિલ્મો બની. બોની કપૂરની “મિસ્ટર ઈન્ડિયા” અને રામગોપાલ વર્માની “ગાયબ” તેમાં મહત્વની છે અને આ બંને ફિલ્મો મિસ્ટર એક્સ ઇન બોમ્બે ના ખભા ઉપર ઉભી છે એટલે આપણને તે મિસ્ટર એક્સ ઇન બોમ્બે કરતા વધુ તાજી અને ટેકનિકલી મેચ્યોર લાગે છે.









































