સાવરકુંડલા તાલુકાની ભમર પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને કારણે શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ મુદ્દે ગ્રામજનોએ અવાજ ઉઠાવ્યો છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન, સમસ્ત ગ્રામજનોએ શિક્ષણ વિભાગના અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો અને ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.