બાબરા તાલુકાની અમરાપરા બ્રાન્ચ શાળામાં મામલતદાર સુમરાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે બાળકોને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસીયા, અગ્રણી ઉદ્યોગપતિ શૌકતભાઈ ગાંગાણી સહિત સી.આર.સી. કો-ઓર્ડિનેટર અને શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવનાર તમામ બાળકો પોતાની શાળાનું નામ રોશન કરે અને ભવિષ્યમાં ભારતનું નામ પણ ઉજ્જવળ બનાવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આચાર્ય નીતાબેન મકવાણા અને શાળાના સ્ટાફે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.